દાંતાના ભેમાળ ગામે ટ્રેક્ટરના ડ્રાયવર બાબતે બે જુથો બાખડ્યા

Palanpur News - the rash village of dante divided two groups about the driver of the tractor 081635

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
દાંતાના ભેમાળ ગામે મંગળવારે ટ્રેક્ટરના ચાલક બાબતે બે જુથો બાખડ્યા હતા.જેમા બાબુભાઇ જીવરામભાઇ નાઇને ચાર શખ્સોએ આવી તુ અમારા ટ્રેક્ટરના ડ્રાયવરને કામ પર રહેવા દેતો નથી તેમ કહી લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને લઇ બાબુભાઇએ બાબુભાઇ વીરાભાઇ રાવળ,રાકેશભાઇ બાબુભાઇ રાવળ,અલ્પેશભાઇ બાબુભાઇ રાવળ અને અંબાલાલ સોમાભાઇ રાવળ સામે ફરીયાદ નોધાવી હતી.જ્યારે રાકેશભાઇ બાબુભાઇ રાવળને ત્રણ શખ્સોએ તુ મારા ડ્રાયવરને કેમ લઇ ગયો છે.તેવુ કહી મારમારવા બાબતે બાબુભાઇ જીવરામભાઇ નાઇ,નવીનભાઇ બાબુભાઇ નાઇ અને જયેશભાઇ બાબુભાઇ નાઇ સામે ફરીયાદ નોધાવતા પોલીસે બંને જુથોની ફરીયાદને પગલે સાત લોકો સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

X
Palanpur News - the rash village of dante divided two groups about the driver of the tractor 081635

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી