Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસાના પેછડાલની પરિણીતાએ પતિ અને સસરાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું
ડીસાના પેછડાલની પરણીતાએ ગુરૂવારે ખેતરમા લાંમડાના ઝાડ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલુ કરતા પરણીતાના પિયરીયાઓએ યુવતી તેના પતિ અને સસરાના ત્રાસથી કંટાળી મોતને વ્હાલુ કર્યા હોવાના આક્ષેપો સાથે બે સામે ફરીયાદ નોધાવી હતી.
લાખણીના સેકરા ગામે રહેતા ભેમાજી રાધુજી ઠાકોરની દીકરી અલકાબેનના લગ્ન ડીસાના પેછડાલ ગામે રહેતા અંકાજી મેરૂજી ઠાકોર સાથે થયા હતા.જો કે લગ્ન બાદ સાસરીયામા પતિ અને સસરા ઘરમા કામકાજ બાબતે ત્રાસ આપી મારમારતા હોવાથી અલ્કાબેન ચાર દિવસ અગાઉ પોતાના પિયરીયે જતા રહ્યા હતા.પરંતુ તે બાદ પિતાની સમજણને ધ્યાને લઇ અલ્કાબેન બુધવારે સાસરીયે ગયા હતા.અને ગુરૂવારે ખેતરમા લીમડાના ઝાડ સાથે સાડી બાંધી ફાંસો ખાઇ મોતને વ્હાલુ કરી દીધુ હતુ.જે અંગેની જાણ અલ્કાબેનના પિતા ભેમાજીને થતા દીકરીના સાસરીયે દોડી આવી દીકરીને મોતને ઘાટ ઉતરવા મજબુર કરનારા તેના પતિ અંકાજી મેરૂજી ઠાકોર અને સસરા મેરૂજી મોતીજી ઠાકોર સામે ફરીયાદ નોધાવી હતી.