Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આરોગ્યની ટીમે હડાદના કુવારસીથી ઊંટવૈદ્ય ઝડપ્યો
હડાદના કુવારસી ગામે આરોગ્ય વિભાગે રેડ કરી ઠાકોરવાસમાં સર્ટિફિકેટ વિના જ દવાખાનું ખોલી બેઠેલા બોગસ તબીબને ઝડપી લેતાં ચકચાર મચી છે.આરોગ્ય વિભાગની ટીમે રૂ.6 હજારની દવા કબજે કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
હડાદના કુવારસી ગામે આવેલા ઠાકોરવાસમાં રાવજીભાઇ ઉર્ફે રાજુભાઇ કચરાભાઇ પ્રજાપતિ કોઇ પણ જાતના તબીબી લાયકાતના સર્ટિફિકેટ વિના જ બોગસ તબીબ એલોપેથી પ્રેક્ટીસ કરી વિસ્તારના લોકોના આરોગ્ય સામે ચેડાં કરતો હતો.અને બાયો વેસ્ટનો પણ જ્યાં ત્યાં ફેલાવો કરી હવાની તંદુરસ્તીને નુકશાન કરવાનું કૃત્ય આચરતો હતો. જો કે બોગસ તબીબ શુક્રવારે આરોગ્ય વિભાગના હાથે ઝડપાઇ જતા આરોગ્ય વિભાગે બોગસ તબીબના દવાખાનામાંથી રૂ.6 હજારની દવા કબ્જે કરી કુવારસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મેહુલકુમાર.જે.તરાલે અડાજ પોલીસ મથકે બોગસ તબીબ રાવજીભાઈ ઉર્ફે રાજુભાઇ કચરાભાઇ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે આ અગાઉ ધાનેરામાંથી પોલીસ બોગસ તબીબો ઝડપાયા હતા.જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ ઊંટવૈદ્યો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી તબીબી પ્રેક્ટીસ કરી
રહ્યા છે.
રૂ.6 હજારની દવા કબ્જે કરી ગુનો નોંધાવ્યો