સરકાર દ્વારા ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી છે.જેમાં વીજ

Palanpur News - the government has started a vigilant plan 032622

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:26 AM IST

સરકાર દ્વારા ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી છે.જેમાં વીજ ગ્રાહકો જ્યારે બલ્બ કે અન્ય વસ્તુઓ લેવા જાય છે.ત્યારે ઓફિસ બંધ મળતા ધક્કા ખાવા પડે છે.

પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં આવેલી યુજીવીસીએલની કચેરીમાં ઇએસએલ કંપની દ્વારા સેન્ટર ખોલવામાં આવ્યું છે પરંતુ આ સેન્ટર મહિનામાં એક બે દિવસ જ ખુલતું હોવાથી ગ્રાહકોને ધક્કા ખાવા પડતા હોય છે જે બાબતે યુજીવીસીએલના એન્જિનિયર ગિરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે અમે તો ગ્રાહકોને સરળતાથી નજીકમાં ઉજ્જવલા યોજના નો સામાન મળી રહે તે માટે માત્ર ઇએસએલ કંપની ને જગ્યા જ આપી છે જેમાં યુજીવીસીએલને કોઈ જ લેવા દેવા નથી પરંતુ ઇએસએલ કંપની દ્વારા ગ્રાહકોને વીજ બલ્બ ન મળતાં વીજ ગ્રાહકો યુજીવીસીએલ સામે બલ્બ ન આપતા હોવાના આક્ષેપો કરે છે. જ્યારે ઇએસએલ કંપનીના નંબર ઉપર ફોન કરીને પૂછતાં કોલ સેન્ટરના સુપરવાઇઝર અરવિંદભાઇ પરમાર એ કહ્યું કે હાલમાં સરકાર તરફથી સ્ટોક મળ્યો નથી જેને હજુ પંદર દિવસ લાગશે તે બાદ ફરીથી બલ્બ અપાશે.

X
Palanpur News - the government has started a vigilant plan 032622

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી