તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએમ કિસાન સન્માન યોજનાના અમલીકરણમાં રાજ્યમાં પ્રથમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાં પીએમ કિસાન યોજનાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીના હસ્તે રવિવારે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે બનાસકાંઠા જિલ્લો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના અમલીકરણમાં રાજ્યમાં પ્રથમ સ્થાને હોવાનું જણાવ્યું હતું.

પીએમ કિસાન યોજના પ્રારંભે પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને રવિવારે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન પામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 2.95 લાખ ખેડૂતોને એક વર્ષમાં રૂપિયા 177 કરોડ અને પાંચ વર્ષમાં રૂપિયા 887 કરોડ આ યોજના અંતર્ગત ચૂકવવામાં આવશે આ યોજના લાંબા ગાળાની યોજના છે જેનાથી દેશના નાના અને સીમાંત ખેડૂતોને સીધો જ લાભ મળશે એવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો