તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પચાસ ક્વાર્ટર વિસ્તારના રહીશોની રોડ મામલે ચૂંટણી બહિષ્કારની ચીમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના અંબીકાનગર પચાસ ક્વાર્ટર વિસ્તારમાં વસવાટ કરતા રહીશો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રોડની માંગને લઇ સરકાર સમક્ષ વિવિધ વિરોધ પ્રદર્શનો કરવા છતાં રોડ ન બનતા છેવટે વિસ્તારના લોકોએ ગુરુવારે ”રોડ નહીં તો વોટ નહીં” ના બેનરો ધારણ કરી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ વિસ્તારના રહીશોએ તંત્ર પાસે અગાઉ વિસ્તારમા રોડની માંગ કરી હતી.પરંતુ તંત્ર દ્વારા રોડ ન ફાળવાતાં વિસ્તારના લોકોએ અવારનવાર તંત્ર સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા.છતાં કોઇ ઉકેલ ન આવતાં છેવટે ગુરૂવારે વિસ્તારના લોકોએ એકત્રિત થઇ ”રોડ નહીં તો વોટ નહીં ”ના બેનરો ધારણ કરી વિસ્તારમાં નારેબાજી કરી હતી.અને જો વિસ્તારમાં રસ્તો નહીં બને તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...