તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકરક્ષક દળની પરીક્ષા રવિવારે યોજાઇ હતી.જેમાં ગણિત વિષય પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકરક્ષક દળની પરીક્ષા રવિવારે યોજાઇ હતી.જેમાં ગણિત વિષય પર વધુ પ્રશ્નો પૂછાયા તેમજ જનરલ નોલેજ ન પુછાતા સમય ઓછો પડ્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં લોકરક્ષક દળની પરીક્ષા રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઇ હતી.જો કે પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્રની બહાર આવ્યા ત્યારે તેમને પૂછતા જાણવા મળ્યું હતું કે ‘સમય ઓછો પડ્યો હતો. જેનું કારણ ગણિત વિષયક પ્રશ્નો વધુ પૂછાયા હતા. જ્યારે જનરલ નોલેજ અને કોમ્પ્યુટરલક્ષી તેમજ અન્ય પ્રશ્નો પ્રશ્નપત્રમાં ન પુછાતા પેપર અધૂરું છોડ્યું હતું અને અઘરું લાગ્યું હતું. જેમાં પાલનપુરના 110 પરીક્ષા કેન્દ્રો પર 43580 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 32822 પરીક્ષાર્થી હાજર રહ્યા હતા. જ્યારે 10758 પરિક્ષાર્થી ગેર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...