તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના કાંટ ગામના ખેડૂતની દીકરીએ ખો-ખોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાની ગોરધનજી ગીગાજી માળી વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતી ખેડૂતપુત્રીએ નેપાળ પોખરા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ખો-ખો સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ભારત સહિત છ દેશની ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ સ્પર્ધામાં નેપાળને પછાડી ભારતે ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ ગુંજતું કર્યું હતું.

ડીસા તાલુકાના કાંટ ગામના ખેડૂત મથુરજી મેવાજી મકવાણા (ઠાકોર) ની દિકરી અને શ્રી ગોરધનજી ગીગાજી માળી (જી.જી.માળી) વિદ્યાસંકુલ ખાતે ધોરણ-9 માં અભ્યાસ કરતી કિંજલ મકવાણાએ તાજેતરમાં નેપાળના પોખરા ખાતે આંતરરાષ્ટ્રીય બ્લોક ખો-ખો સ્પર્ધામાં ભારતની ટીમમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારત, નેપાળ, બર્મા, મ્યાનમાર, ભૂતાન અને બાંગ્લાદેશની ટીમે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાની ખો-ખો ની સ્પર્ધા ભારત અને નેપાળ વચ્ચે રમાઇ હતી. જેમાં ભારતની ટીમે નેપાળને પછાડી ગોલ્ડ મેડલ મેળવી નેશનલ કક્ષાએ ભારતનું નામ ગુંજતું કર્યું હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કરનાર કિંજલ મકવાણા અને કોચ મનીષભાઈ માળીનું કાંટ ખાતે આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, જી.જી.માળી વિદ્યાસંકુલના પ્રમુખ બાબુલાલ ગીગાજી માળી, જીલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઘાડીયા, ઠાકોર સમાજના આગેવાન ઓધારજી ઠાકોર, શાળાના આચાર્ય ગણેશભાઈ ગેલોત સહિત આગેવાનો અને ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

નેશનલ કક્ષાએ પણ ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખો-ખો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર કિંજલ મકવાણાએ દોઢ માસ અગાઉ ચંડીગઢ ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભાગ લઇ ઉત્તરપ્રદેશને હરાવી ગુજરાતની ટીમ વિજેતા બની હતી. જેમાં પણ ગોલ્ડમેડલ મેળવ્યો હતો તેમ કોચ મનીષભાઈ માળીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો