તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ થયેલા જવાનો માટે કંઈક કરી છુટવાની ભાવના દેશના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહીદ થયેલા જવાનો માટે કંઈક કરી છુટવાની ભાવના દેશના ખૂણેખૂણે જોવા મળી રહી છે. પાલનપુર શહેરની એક ખાનગી શાળાએ શહીદો માટે એક લાખનો ફાળો એકત્રિત કરી દીધો હતો. જેમાં છાત્રોએ પણ પોતાનો આર્થિક સહયોગ આપ્યો હતો. શાળાના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં 300 છાત્રોએ સ્ટેજ પર્ફોર્મન્સ કર્યા બાદ દાનની રકમ જાહેર કરાઇ હતી.

પાલનપુર ડીસા હાઈવે પર આવેલી એસન્ટ એજ્યુકેશન કેમ્પસમાં શનિવારના રોજ વાર્ષિકોત્સવ ‘આયના-2019’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 300 કરતાં વધુ બાળકોએ પોતાની પ્રતિભા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર જયેશ ચૌધરી, કે.કે. પટેલ, એસ.જે. ચૌધરી, શાળાના એકેડેમીક કોર્ડીનેટર પી.કે. પટેલ, શાળાના આચાર્ય જે.કે. નાઇ હાજર રહી બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પરિવારના બધા જ શિક્ષક મિત્રો તથા સફાઇ સ્ટાફે ખૂબ જ મહેનત કરી આ વાર્ષિકોત્સવને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર અને બાળકોની લોકભાગીદારી દ્વારા પુલવામા શહીદ થયેલા જવાનો માટે એકઠા કરવામાં આવેલા એક લાખનો ફાળો દાનમાં આપવાનું જાહેર કરાયું હતું. આ અંગેની વિગતો આપતા શાળાના આચાર્ય જે.કે.નાઇએ જણાવ્યું હતું કે બાળકોમાં દેશદાઝની ભાવના ખીલે તે હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનો આયોજન કરાયું હતું. શાળાના છાત્રોએ શહીદો માટે આર્થિક ફાળો પણ આપ્યો છે જે ગૌરવશાળી ઘટના છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો