બનાસકાંઠા જિલ્લામાં 16 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | બનાસકાંઠા જિલ્લામાં આગામી 16 એપ્રિલથી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-2021નો પ્રારંભ થશે. વસ્તી ગણતરી-2021ને અનુલક્ષી મંગળવારે પાલનપુર કલેકટર કચેરીમાં કલેકટરની ઉપસ્થિતિમાં તમામ મામલતદારો અને પાલિકાના ચીફ ઓફિસરોને ચાર્જ ઓફિસર તરીકેની તાલીમ આપી હતી. તાલીમમાં વસ્તી ગણતરી કરતી વખતે કયા-કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તથા ઘરે-ઘરે જઇને વસ્તી ગણતરીની કામગીરી ચોક્કસાઇ પૂર્વક કરવા અંગે પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા અને માસ્ટર ટ્રેનરો દ્વારા તાલીમ આપી ચાર્જ ઓફિસરોને સજ્જ કર્યા છે. જિલ્લામાં અંદાજીત 5404 ગણતરીદારો અને 900 જેટલાં સુપરવાઇઝરોની નિમણુંક કરી છે.
અન્ય સમાચારો પણ છે...