તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર બનાસડેરીની 51મી વાર્ષિક સાધારણ સભા રવિવારે યોજાઇ હતી.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર બનાસડેરીની 51મી વાર્ષિક સાધારણ સભા રવિવારે યોજાઇ હતી. ડેરીએ 2018-19ના નાણાકીય વર્ષમાં 57.89 લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ 9808 કરોડનું ટર્નઓવર કરીને તેની વિકાસકૂચને આગળ વધારી હતી.

બનાસ ડેરીની 51મી વાર્ષિક સાધારણ સભા રવિવારે ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી. ડેરીએ 2018-19ના નાણાકીય વર્ષમાં 57.89 લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ 9808 કરોડનું ટર્નઓવર કરીને તેની વિકાસકૂચને આગળ વધારી હતી. ડેરીના વિકાસની રૂપરેખા આપતાં ડેરીના ચેરમેન શંકરભાઇએ જણાવ્યું હતુ કે ‘પાછલું વર્ષ પડકારોથી ભરેલું હતું, વૈશ્વિકકક્ષાએ પાઉડરના ભાવમાં ઘટાડો અને સ્થાનિક કક્ષાએ વરસાદની અછત, આમ પશુપાલન ક્ષેત્ર બે તરફના પડકારને જીલી રહ્યું હતું. આ પડકારોની વચ્ચે પણ પશુપાલકોને ગયા વર્ષ જેટલા જ ભાવ ચુકવવાની સાથે સાથે કુલ વાર્ષિક ટર્નઓવર વધાર્યું છે, એટલું જ નહીં ગુજરાત બહાર છેલ્લા ચાર વર્ષના લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નિર્મિત નવા 3 ડેરી પ્લાન્ટ, 4 પેકેજીંગ પ્લાન્ટ, 15 ચીલીંગ સ્ટેશનને કાર્યરત કર્યા છે. ડેરી સંબંધિત સાહસોની સાથે સાથે બાદરપૂરા ઓઇલ મીલ પ્લાન્ટ અને ટીએચઆર પ્લાન્ટ કાર્યરત કર્યો છે. બનાસ મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ તબીબી શિક્ષણ લેવાનું શરૂ કરી દીધું છે તેના નવા ભવનનું કામ પણ ખૂબ તેજ ગતિએ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...