થરાદ અભેપૂરામાં રહેણાંક મકાનમાં થરાદ પોલીસે રેડ કરી તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંકથરાદ અભેપૂરામાં રહેણાંક મકાનમાં થરાદ પોલીસે રેડ કરી તપાસ કરતાં પ્લાસ્ટિકની થેલીઓમાં 2 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે પાંથાવાડા પોલીસે શનિવારે પાંથાવાડા હાઇવે રોડ નજીક વરલી મટકાનો જુગાર રમતા શખ્સને ઝડપી પાડ્યો હતો.

થરાદ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતાં અભેપૂરામાં આવેલા પસીબેન રામજીભાઈ ઠાકોરના રહેણાંક મકાનમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની થેલીઓમાં 2 લિટર દેશી દારૂ મળી આવતાં પોલીસે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે પાંથાવાડા પોલીસે શનિવારે પાંથાવાડા હાઇવે રોડ નજીક વરલી મટકાનો જુગાર રમતા દિનેશભાઇ ઉર્ફે નાગરાજ ભીખાલાલ ગોમતીવાળ ને રૂ.1172 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...