તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ : થરાદમાં બે કરોડના ખર્ચે બની રહેલા મુક્તિધામનું કામકાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ : થરાદમાં બે કરોડના ખર્ચે બની રહેલા મુક્તિધામનું કામકાજ હવે પૂર્ણતાને આરે છે ત્યારે ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ તમામ કારોબારીના સભ્યોની રવિવારે બેઠક યોજાઇ હતી. જેમાં મુક્તિધામનું કામ પૂર્ણ કરી અંદાજે ચૈત્ર સુદ-આઠમના રોજ ખુલ્લું મૂકવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી. મુક્તિધામના કામકાજમાં ખૂટતાં કામો સત્વરે પૂરા કરવા બાબતની ચર્ચા કરવામાં આવી હતી. જે બેઠકમાં રાજપુત સમાજ મંડળના પ્રમુખ ડી.ડી.રાજપુત, સવાઇભાઇ, પથુભાઇ રાજપૂત, પ્રજાપતિ સમાજમાંથી ભરતભાઇ, ઠાકરશીભાઇ, બ્રહ્મ સમાજમાંથી અજયભાઇ, પ્રકાશભાઇ, શૈલેશભાઇ પટેલ તેમજ નંદુભાઇ મહેશ્વરી, ટી.કે. વાણીયા સહિત ટ્રસ્ટીગણ તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.તસવીર : વરધાજી પરમાર

અન્ય સમાચારો પણ છે...