તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરા પોલીસ થરા-રાધનપુર હાઇવે ઉપર રવિવારની સાંજે પેટ્રોલીંગમાં હતી.ત્યારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરા પોલીસ થરા-રાધનપુર હાઇવે ઉપર રવિવારની સાંજે પેટ્રોલીંગમાં હતી.ત્યારે બાતમીના આધારે ડીસાથી રાધનપુર તરફ જતી 407 ગાડીને ઝડપી લીધી હતી.જેમાં ચેકીંગ કરતાં દાડમની આડમાં લઈ જવાતો 94 પેટી દારૂ કિંમત રૂ. 4.51 લાખ તેમજ ગાડી મળી કુલ રૂ. 9.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

થરા-રાધનપુર હાઇવે ઉપર આવેલ પેટ્રોલ પંપની સામે રવિવારની સાંજે થરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે દિયોદર ડીવાયએસપીની બાતમી અને સૂચનાના આધારે ડીસાથી રાધનપુર તરફ જતી 407 ગાડી નંબર જીજે-2-એક્સ-3897 નંબરની ગાડીમાં દાડમની પેટીઓ નીચે દારુનો જથ્થો ભરેલ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે ગાડીમાં ચેકીંગ કરતાં ગાડીની અંદર દારૂ મળી આવ્યો હતો. જેમાં દારુની પેટી કુલ 94 તેમાં રહેલ દારુની બોટલ-3720 કિંમત રૂ. 4,51,200 અને ગાડીની કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 9,51,200ના મુદામાલ સાથે ચાલક વિપુલગર અમરતગર ગૌસ્વામી (રહે.કુંવતા, તા.દિયોદર)ને તથા પાયલોટીંગ કરતી ઇનોવા નંબર જીજે-01-કેડી-6858 ના ચાલકને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...