તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરા : કાંકરેજ તાલુકાના થરામાં આવેલ શ્રી નચિકેતા વિદ્યામંદિરમાં ગુરૂવારના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા : કાંકરેજ તાલુકાના થરામાં આવેલ શ્રી નચિકેતા વિદ્યામંદિરમાં ગુરૂવારના રોજ બપોરે વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ છ સીટો ઉપર ચૂંટણી યોજાઇ હતી. જેમાં નચિકેતા જનતા પક્ષ (એનજેપી), નચિકેતા વિકાસ મોરચો (એનવીએમ) અને અપક્ષ એમ ત્રિ-પાંખીયો જંગ ખેલાયો હતો. મુખ્ય ચૂંટણી ઓફિસર-કૃણાલકુમાર, ચૂંટણી ઓફિસર સહાયકો-રૂત્વિકભાઇ, સંજયકુમાર, રાજ, નાગજીભાઇ સાથે બી.એલ.ઓ. સંજયભાઇ, સુરક્ષાકર્મી આકાશકુમાર, નિલેષભાઈએ પોતાની ફરજ નિભાવી હતી. વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યને સમજે, ભારતીય ચૂંટણી પંચની કાર્ય પદ્ધતિથી માહિતગાર થાય તેવા ઉમદા આશયથી શાળા આચાર્ય નટવરભાઈ ગુર્જરની આગેવાનીમાં તથા શાળા શિક્ષક સંજયભાઈ પટેલ, શાળા દીદી સંગીતાબેન આર.પટેલ, ચેતનભાઈ સુથાર, ચેતનકુમાર ગુર્જર અને શાળા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તસવીર-અમૃત ઠાકોર

અન્ય સમાચારો પણ છે...