પાલનપુરના મધ્યમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં બિલ્ડરની રજૂઆતને ધ્યાને લઈ

પાલનપુરના મધ્યમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં બિલ્ડરની રજૂઆતને ધ્યાને લઈ જમીનનો પ્રકાર બદલીને સીટી સર્વે...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:27 AM
Palanpur News - take a look at the builder39s presentation in shahibaug area in the middle of palanpur 032708

પાલનપુરના મધ્યમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં બિલ્ડરની રજૂઆતને ધ્યાને લઈ જમીનનો પ્રકાર બદલીને સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટે બિલ્ડરને લાભ અપાવતો વિવાદાસ્પદ હુકમ કર્યો હતો. જે હુકમ પર પ્રાંત અધિકારીએ હંગામી મનાઈ હુકમ પાઠવ્યો છે. જે મામલે 15મીએ સુનાવણી રખાઈ છે.

શાહીબાગ વિસ્તારમાં જમીન પર બાંધકામ માટે બિનખેતી કરાવવા, કલેક્ટરની મંજૂરી અને પ્રીમિયમ ભરવા જેવી બાબતો રહેલી છે. ત્યારે અરજદારે શાહીબાગ વિસ્તારની પોતાની માલિકીની જમીનનો પ્રકાર બદલવા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં જમીનનો પ્રકાર બદલવા અરજી કરી હતી. જે અરજીને પગલે સુપ્રિટેન્ડેન્ટ અશોક ગામેતીએ બિલ્ડરની અરજીને ગ્રાહ્ય રાખી જમીનનો સત્તા પ્રકાર બદલી દીધો હતો. જે હુકમ સામે ઉહાપો થતા આ મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ શરીફ ચશ્માવાલા દ્વારા પાલનપુર પ્રાંત કચેરીમાં હુકમ સામે અપીલ દાખલ કરાઈ હતી. જેથી પ્રાંત અધિકારીએ હંગામી મનાઈ હુકમ આપી 15મીએ અરજદાર અને બિલ્ડરને હાજર રહેવા જણાવ્યું છે.

X
Palanpur News - take a look at the builder39s presentation in shahibaug area in the middle of palanpur 032708
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App