તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુઈગામ : ક્રાંતિકારી સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદ બાપુના સાનિધ્યમાં સુઇગામની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુઈગામ : ક્રાંતિકારી સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદ બાપુના સાનિધ્યમાં સુઇગામની મહર્ષિ કણાદ ગુરુકુલ વિદ્યાલયમાં અને સરહદની રખવાળી શ્રી નડેશ્વરી માતાજીના સ્થાનક નડાબેટ ખાતે શુક્રવારે અત્યારની શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ મળે તે માટે 500 જેટલાં ગરમ વસ્ત્રો અને ધાબળાનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ ડી.ડી.રાજપૂત, એડવોકેટ કે.પી.ગઢવી, નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂત, કરમણભાઈ પટેલ, સામાજિક અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી બાપુની સેવાકીય પ્રવૃત્તિમાં સહકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ.બાપુએ 40 વર્ષ પહેલાં સુઇગામ ખાતે ઘરઆંગણે બાળકોને શિક્ષણ મળી રહે તે માટે હાઇસ્કૂલની સ્થાપના કરી હતી. આ મહર્ષિ કણાદ ગુરુકુલ વિદ્યાલયમાં પૂ.બાપુ પ્રમુખ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.તસવીર-રાજુ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...