તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો પાલનપુર તાલુકાના આકેડી ખાતેથી સોમવારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો પાલનપુર તાલુકાના આકેડી ખાતેથી સોમવારે આરંભ કરાયો છે. જિલ્લામાં તળાવો, ચેકડેમો અને જળાશયો ઉંડા કરવામાં આવનાર છે.

આ અંગેની વિગતો આપતા જિલ્લા હરિભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં તળાવો ઉંડા કરવા, ચેકડેમો બનાવવા, નદીઓને પુનઃજીવીત કરવા માટે વિરાટપાયે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લામાં 13 કરોડના ખર્ચે 2228 જળ સંચયના કામો કરવામાં આવશે. જેનાથી લાખો ઘનફૂટ વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરી શકાશે. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસીંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળીએ પ્ જણાવ્યું કે કતળાવો ઉંડા કરવા, ચેકડેમ બનાવવા અને નદીની રેતીને ડીસીલ્ટીંગ કરવાનું કામ સમગ્ર રાજયમાં શરૂ થયું છે. નદી અને તળાવોની કાંપની માટીને ખેડૂતો પોતાના ખેતરોમાં પાથરીને ખેતરોને ફળદ્રુપ બનાવી શકે છે.

આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના પુલવામા શહીદ થયેલા વીર જવાનોને બે મીનીટનું મૌન પાળી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કલેકટર સંદીપ સાગલે, સિંચાઇના કાર્યપાલક ઇજનેર અને નોડલ અધિકારી આર.એન.નિનામા સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો