તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાના સરદાર પટેલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડે ની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે મંગળવારના રોજ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ ખીલે તેવા આશ્રયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રમતોના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. બાદમાં 300 જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે અંતર્ગત દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, વોલીબોલ, ક્રેઝી મોંન્સ્ટર બોલ સહિત અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક રમતના વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પોર્ટ્સ ડે કાર્યક્રમમાં આચાર્ય સુપરવાઇઝર શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...