તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા માં સર આઇઝેક ન્યૂટનના જન્મ દિવસ ઊજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસાની સુભમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યુટનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના 6 થી 8 ના વિદ્યાર્થીઓએ તેમની રુચિ અને કૌશલ્યથી ભૌતિક શાસ્ત્રના વિશ જેટલા પ્રોજેકટ તૈયાર કર્યા હતા. જોકે આ તમામ પ્રોજેક્ટો વૈજ્ઞાનિકોના નામ ઉપરથી રાખવામાં આવ્યા હતા અને તમામ પ્રોજેક્ટ વર્તમાન પેઢીને ઉપયોગી નીવડે તે હેતુસર નિર્મિત કરાયા હતા. અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ આ કૃતિઓની રજુઆત પણ અંગ્રેજીમાં કરી વિદ્યાર્થીઓએ શ્રોતાગણોનું મનમોહી લીધું હતું. આ કાર્યક્રમ બદલ શાળાના નિયામક શિક્ષકગણોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...