તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ તાલુકાના અહમદપુરા મુમનવાસમાં સેવા સેતુ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ | વડગામ તાલુકાના અહમદપુરા (મુમનવાસ) મુકામે શુક્રવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષપદે બનાસકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સકસેના અને મુખ્ય મહેમાનપદે વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, વડગામ ટી.ડી.ઓ. એ.એચ.પરમાર હાજર રહ્યા હતા. જેમાં પ્રા.શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ રજુ કર્યું હતું. આ કાર્યક્રમમાં શારદાબેન સેનમા, સરપંચો, અસરફભાઇ માંકણેજીયા, રણજીતસિંહ ચાવડા, અબ્રાહમભાઇ, હિતેશભાઇ, લક્ષ્મણભાઇ પ્રજાપતિ, રતીભાઇ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...