તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બી.એલ.પરીખ કોલેજમાં ડીપોઝીટરી ફંડ પર સેમિનાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | પાલનપુરની બી.એલ.કોલેજ ઓફ બી.બી.એ.માં જાગૃત ગ્રાહક મંડળ પાટણ સી.આર.સી.એસ.અમદાવાદ અને રીઝર્વ બેક ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે આર.બી.આઇ.ફંડ વિષય પર તાલુકા કક્ષાનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓને બેંકિંગને લગતી તમામ માહિતી વિગતવાર સમજાવવામાં આવી હતી. સેમિનારમાં મુખ્ય અતિથી બાપાલાલ ગોહિલ (નિવૃત્ત મેનેજર આર.બી.આઇ.), ભરતભાઇ શાહ (નિવૃત્ત મેનેજર એસ.બી.આઇ), ટી.એલ.જોષી (આસીસ્ટન્ટ મેનેજર), અશ્વિનભાઇ મોદી, આર.બી.પટેલ, બી.એચ.જોષી વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અને આયોજન કોલેજના પ્રિન્સીપાલ બી.એચ.જોષી, પ્રોફેસર બી.એમ.કરણાવત અને પ્રો.એન.વી.દવેએ કર્યું હતું
અન્ય સમાચારો પણ છે...