રાજપુરમાં રોહિત સમાજનું દ્વિતીય સંમેલન

Palanpur News - second conference of rohit samaj in rajpur 081731

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:17 AM IST
પાલનપુર | રોહિત સમાજ સો ગામ ડીસાવળ પરગણા દ્વારા રાજપુરમાં દ્વિતીય સંમેલન યોજાયું હતું. આ સમેલનમાં સમાજમાં મરણ પાછળ થતા નાત અને બારમા સદંતર બંધ કરવામાં આવે, સમાજમાં શિક્ષણને વધારવા ઉપર ચર્ચા કરવામાં આવી તેમજ સમાજનું શૈક્ષણિક સંકુલ બનાવવા માટે કમિટી બનાવવામાં આવી હતી. આ મિટિંગમાં બબાભાઈ પુનડિયા, નાગજીભાઈ પરમાર, જગમાલભાઈ હડિયલ, દિનેશભાઇ પુનડિયા, હરિભાઈ જસરા, અશોકભાઈ ધરમાણી, સોનાજી ચૌહાણ, જગશીભાઈ પુનડિયા, પુરાભાઈ વારેચા, ચંપકભાઈ, મુકેશભાઈ અને બીજા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

X
Palanpur News - second conference of rohit samaj in rajpur 081731

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી