તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસમ ખાતે સ્કૂલનું નામકરણ તેમજ વિદાય કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર તાલુકાના સાસમ ખાતે રવિવારે આદર્શ કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક સ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનું નામકરણ અને ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાઇ ગયો હતો. જેમાં દાતા પરિવારોનું મંડળે બહુમાન કરીને નામકરણ કર્યું હતું. જેમાં દાતા શ્રીમતી સમુબેન દ્વારકાભાઈ પટેલ તથા શ્રીમતી સીતાબેન અમરતભાઈ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનું નવું નામકરણ કરાયું હતું. તેમજ વિદાય લેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જુગલજી ઠાકોરે સ્કૂલના પુસ્તકાલય માટે 25 હજારનાં પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ઓધારજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, જિલ્લા ડેલીગેટ જેન્તીભાઈ અંબાણી, તાલુકા ડેલીગેટ રાજેશભાઈ ઠાકોર, મંડળના પ્રમુખ જીવરામભાઈ અગારા, આચાર્ય કમલેશભાઈ બાદરપુરીયા, જીવાભાઈ પટેલ, અમરતભાઈ પટેલ સહિત શાળા સ્ટાફ, અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો