તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢમાં પત્ની દહેજ ન લાવતાં સાસરિયાંએ પતિને બીજે પરણાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢના રબારીવાસની એક પરણીતાને સાસારીયાઓ પિયરીયેથી પૈસા લાવવા ત્રાસ આપતાં પિયરીય ગઇ તો સાસરીયાઓએ પતિના બીજા લગ્ન કરાવ્યા હતા. પરણીતા સાસરીયે ગઇ તો સંતાનો સાથે કાઢી મુકતા પરણીતાએ સાસરીયાના 7 સામે ફરીયાદ નોધાવી હતી.

પાલનપુરના માલણ ખાતે રહેતા જોત્સનાબેન દલસાભાઇ વાદીના લગ્ન પાંચ વર્ષ અગાઉ અમીરગઢના રબારીવાસ ખાતે રહેતા વાઘજીભાઇ લાલાભાઇ વાદી સાથે થયા હતા.ચાર મહીના પુર્વે તે પોતાના બાળકો સાથે પિયરે આવી તો સાસરીયાઓએ તેના પતિ વાઘજીભાઇના બીજી જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા.જો કે જોત્સનાબેન પરત સાસરીયામા જતા સાસરીયાઓએ ”તારા પતિના બીજા લગ્ન કરાવી દીધા છે”તારી જરૂરત નથી તેવુ કહી સંતાનો સાથે ઘરમાથી કાઢી મુકતા જોત્સના બેન પિયરે આવી ગયા હતા.જો કે તે બાદ પણ ઘરસંસાર ન તુટે તેને લઇ જોત્સનાબેન સહીત તેમના પિયરીયાઓ અમીરગઢ ખાતે બીજી પત્નિ સાથે રહેતા પતિને મળવાજતાં પતિએ જોત્સનાબેન સાથે રહેવાની ના પાડી ફરીયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા જોત્સનાબેનએ મહીલા પોલીસ મથકે પહોચી પતિ વાઘજીભાઇ લાલાભાઇ વાદી,સોમાભાઇ લાલાભાઇ વાદી,હરીભાઇ લાલાભાઇ વાદી,રાજુભાઇ લાલાભાઇ વાદી અને પતિની બીજી પત્નિ કીંજલબેન લાલાભાઇ વાદી સામે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો