થરાદની સર્વોદય સોસા.ના માર્ગ પર રહીશોએ સ્વખર્ચે બમ્પ બનાવ્યાં

DivyaBhaskar News Network

Jan 12, 2019, 04:01 AM IST
Tharad News - residents on the path of sarvoday sosa tharad created a bump on their own 040154
થરાદ | થરાદ શહેરની સર્વોદય સોસાયટીના માર્ગ પર બેફામ ગતિએ દોડતા વાહન ચાલકોને કંટ્રોલ લેવા બમ્પ મૂકવાની રહીશો દ્વારા પાલિકાને માંગણી કરવામાં આવી હતી. જો કે પાલિકા દ્વારા કોઇ ધ્યાન ન લેવાતા આખરે સોસાયટીના રહીશોએ ફાળો એકત્ર કરી સ્વખર્ચે બમ બનાવ્યા.

આ અંગે થરાદના પૂર્વ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર કમલેશભાઇ એન્જીનીયરે જણાવ્યું કે ‘થરાદના સર્વોદય સોસાયટીના બસ સ્ટેશનથી લખાવી હોટલ આગળ આ હાઇવે જોડાતો માર્ગ તાજેતરમાં નગરપાલિકા દ્વારા સીસી રોડ બનાવ્યા પછી તેમાં એક પણ બમ્પ ન મુકવાના કારણે રસ્તા પરની રેતી રોડ પર આવતાં અનેક વાહન ચાલકોના વાહનો સ્લીપ ખાતા ખાઈ જતાં હતા. અવર-જવર કરતા સોસાયટીના રહીશો સહિત રાહદારીઓ ભારે હાલાકી પડતા પાકા બમ્પ બનાવવા માંગ કરી હતી.

X
Tharad News - residents on the path of sarvoday sosa tharad created a bump on their own 040154
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી