સદરપુરની રાજીવ આવાસ યોજના લટકી ગઈ,કલેક્ટરનો હુકમ દોઢ મહિને લીક થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર શહેરથી દૂર સદરપુર ગ્રામ પંચાયતમાં જ્યાં ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાઈ હતી.તેમાંજ આવાસો બનાવી દેવાતા આ મામલે રજુઆત થતા કલેકટરે જગ્યા ખાલી કરવા એક વરસ અગાઉ હુકમ કર્યો હતો.આ હુકમને પગલે પાલિકાના સત્તાધીશો શહેરી વિકાસમાં અપીલ કરી હતી. સચિવે કલેકટરને ફેર વિચારણા કરવાનું હુકમ કરતા કલેકટરે પોતાનો હુકમ યથાવત રાખ્યો હતો.જોકે આ હુકમ જાન્યુ.ના પહેલા સપ્તાહમાં કલેકટર દ્વારા કરવામાં આવ્યો હોવા છતાં જાહેર કરવામાં આવ્યો ન હતો.તેવામાં હુકમ જાહેર થયા પાલિકાના સત્તાધીશોએ આ મામલે મ્હો સીવી લીધું છે.જોકે હુકમને પડકારવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

પાલનપુર શહેરને ઝુંપડપટ્ટી મુક્ત શહેર અનુસંધાન 2 પર

અગાઉ કલેક્ટરે હુકમ કરતા શહેરી વિકાસમાં અપીલ કરાઈ હતી.જેમાં ફેર વિચારણા કરવાનું કહેતા કલેકટરે પોતાનો હુકમ યથાવત રાખ્યો હતો

35 હજાર ચો.મી જગ્યાની માર્કેટ પ્રાઈઝની અડધી રકમ ભરવા પાલિકા પાસે પૈસા નથી

કલેક્ટરે હુકમ કર્યો છે જો તેનું પાલન કરવામાં આવે તો 35 હજાર ચોરસમીટરની જગ્યાની માર્કેટ પ્રાઇસ કરોડો રૂપિયા થાય તેમ છે.અને આ રૂપિયા પાલિકા પાસે ન હોવાથી સરકાર પાસેથી ખરીદી શકે તેમ નથી.અને એટલે હવે રાજીવ આવાસ યોજના લટકી ગઇ હોવાનું લોકો માની રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...