તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ.કાં.,પાટણ અને અરવલ્લીમાં કમોસમી વરસાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના પગલે સોમવારે પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે ભારે ધુમ્મસ છવાયું હતું. બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા કમોસમી વરસાદના છાંટા પડતાં ખેડૂતોનો જીવ ફરી તાળવે ચોંટ્યો હતો.

પાટણ જિલ્લામાં રાધનપુર- સાંતલપુર પંથકના રોઝુ, રાજુસરા, અગીચણા, ગોતરકા, ધોરકડા, છાણીયાથર સહિતના ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડતાં જીરામાં કાળિયો, રાઇમાં મોલોમસી, વરિયાળીમાં ચરમી, કપાસમાં ગુલાબી ઇયળ અને ચણામાં ઈયળનો ઉપદ્રવ થવાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં લાખણી, વાવ, ભાભર, દિયોદર, થરાદ, ભાભર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે અને ઝરમર વરસાદ વરસ્યો હતો. દિયોદર પંથકમાં સોમવારે વહેલી સવારે છાંટા થયા હતા. લાખણીના ગેળા, વાવ પંથકમાં છાંટા પડ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત ગ્રામ્ય પંથકમાં સોમવારે બપોરે છૂટાછવાયા છાંટા પડયા હતા.

અમીરગઢ | માઉન્ટ આબુના પ્રસિદ્ધ નખીલેક પર ધુમ્મસ વચ્ચે લોકોએ નૌકાવિહારનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાની અસર રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર વધુ વર્તાઇ રહી છે.વાદળછાયું વાતાવરણ દૂર થયા બાદ તાપમાનમાં ફરી મોટો ઘટાડો થવાની સંભાવના જણાઈ રહી છે. રામલાલ મીણા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો