તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમોસમી વરસાદથી મહેસાણા-બ.કાંઠા જિલ્લામાં ખેતીને 10% નુકસાનનો અંદાજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાત અને કચ્છમાં થયેલ કમોસમી વરસાદને પગલે રવિ વાવેતર અને ખરીફ પાકને થયેલ સંભવિત નુકસાન અંગે ગુરૂવારે સાંજે હિંમતનગર ખાતે લોકાર્પણ - ખાત મૂહૂર્ત કાર્યક્રમમાં હાજરી અાપવા અાવેલ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ કે હવામાન વિભાગની અાગાહી મુજબ વાતાવરણ બદલાયુ છે અને કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ થી વધુ વરસાદ થયો છે કૃષિ વિભાગ દ્વારા સર્વે કરાવી સરકાર તેની સમીક્ષા કરી નિર્ણય લેશે અને યોગ્ય કરાશે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે.

પાટણ | શંખેશ્વર, સમી, રાધનપુર,વારાહી પંથકમાં જીરું, રાયડો, કપાસને મોટો ફટકો
ગુરુવારે સાંજે વાવાઝોડા અને કરા સાથે પડેલા વરસાદથી વડિયા અને તેરવાડાના ખેતરમાં પાણી ભરાયા ભાસ્કર

ધુમ્મસથી રવિ પાકમાં સુકારાની શક્યતા
 વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે રવિ સીઝનમાં પાકને આગોતરો સુકારો જેવા રોગો આવવાની શક્યતા છે.. ત્યારે ખેડૂતે તેનાથી બચવાના ભાગરૂપે મેન્કોઝેબ ૭૫ ટકા વેટેબલ પાવડર ૨૫ ગ્રામ પ્રતિ દશ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો અને સાથે સાથે શોષક પ્રકારની દવા જેવી કે ઇમેડાક્લોપરીડને પાંચ એમ.એલ. પ્રતિ દશ લીટર પાણી સાથે સ્પ્રે કરવો જેથી ભવિષ્યમાં રવિ પાકને આવા રોગોથી બચાવી શકાય. આર.એમ.પટેલ, સહ સંધોધક વૈજ્ઞાનિક બનાસકાંઠા

5 તાલુકાઓમાં સર્વે હાથ ધરાયો
 બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડયા બાદ કઈ જગ્યાએ કેટલું નુકશાન છે તેનો પ્રાથમિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.હાલ દિયોદર વાવ સુઇગામ કાંકરેજ અને ભાભર ખાતે ગ્રામ સેવકો દ્રારા સર્વે હાથ ધરાયો છે. પ્રકાશ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી

મહેસાણા | એરંડા, તમાકુ અને કપાસને સૌથી વધુ નુકસાન
પાલનપુરના ગામોમાં ટામેટાં, મરચાંમાં વ્યાપક નુકસાન
પાલનપુરના લક્ષ્મણપુરા ગામમાં ખેતરોમાં ઉભેલા ટામેટા સહિત મરચાંના પાકો પડી ભાંગ્યા હતા વરસાદના 12 કલાકમાં જ પાકો બળી જતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે \\\"ટામેટાનો પાક ઉગાડવા ખૂબ જ કઠિન છે પાક ઉગાડવા માટે ઠેર ઠેર થાંભલીઓ ઉભી કરી તાર બાંધી તેની ઉપર વેલા લટકાડવામાં આવે છે જેનો એક વિલાનો આશરે ખર્ચ 150 રૂપિયા આસપાસ થાય છે જેથી ખેડૂત આ પાક પાછળ મોટો નફો મેળવવાની આશા લઈ બેઠો હોય છે પરંતુ કમોસમી વરસાદને પગલે નુકસાન થતાં ખેડૂતની હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...