તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બુધવારે સાંજે પીડબ્લ્યુડીના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બુધવારે સાંજે પીડબ્લ્યુડીના ખુલ્લી જગ્યામાં એક મનોવિકૃત શખસ વાછરડી સાથે દુષ્કર્મ કરતો હતો. જેનો વીડિયો એક યુવાને બનાવ્યો હતો. ત્યારબાદ વીડિયો બનાવનાર યુવકે થરા પોલીસ સ્ટેશન ખાતે વીડિયો બનાવી અને વાછરડી સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

થરા ખાતે પીડબ્લ્યુડીની ખુલ્લી જગ્યામાં બુધવારની સાંજે માનજી કેશાજી ઠાકોર (રહે.દિયોદર ચાર રસ્તા,થરા) વાછરડી સાથે દુષ્કર્મ કરતો હતો. તે સમયે તે જગ્યા પર ચંદુજી નાનુજી ઠાકોર લઘુશંકા કરવા ત્યારે અવાજ આવતા જોયું તો આ મનોવિકૃત યુવક વાછરડી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. ચંદુજીએ પોતાના ફોનમાં વીડિયો બનાવ્યો હતો અને આરોપી યુવકને પકડવાની કોશિશ કરી હતી પરંતુ તે નાસી ગયો હતો. જેને લઇને ચંદુજીએ થરા પોલીસને જાણ કરી હતી અને પોલીસ આ શખસને પકડી લઇ શિહોરી કોર્ટમાં રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...