રોડ પરના ખેતર માલિકો દબાણ કરી રસ્તો સાંકડો કરતા આંદોલનની ચિમકી ઊચ્ચારી

Palanpur News - push farm owners on the road to raise the tide of agitation as the road narrows 081643

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
પાલનપુર તાલુકાના વગદાથી હુસૈનપુરા રોડ ઉપર ખેતર માલિકો દ્વારા દબાણ કરી દેવાતો રસ્તાઓ સાંકડા થઇ જવા પામ્યો છે. જેને લઇ ગ્રામજનોએ મુખ્યમંત્રી અને કલેકટર સુધી રજૂઆતો કરી હતી પરંતુ કોઇ ઉકેલ ન આવતા ગ્રામજનોએ હવે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલનપુર તાલુકાના વગદાથી હુસેનપુરાની રોડ ઉપર ખેતર માલિકો દ્વારા દબાણો કરી દેવાયા છે. ઉપરાંત અહીં ઉગેલી ઝાડીના કારણે રસ્તો ખૂબ જ સાંકડો થઇ ગયો છે. જેના કારણે અહીં મોટા વાહનોને પસાર થવું મુશ્કેલ થયું છે. તે ઉપરાંત ભયજનક વળાંકના કારણે અકસ્માતનો ભય સેવાય રહ્યો છે. જેનાથી છૂટકારો મેળવવા હુસૈનપુરાના ગ્રામજનોએ 5 મહિના અગાઉ બનાસકાંઠા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જે અંગે કોઇ ઉકેલ ન આવતા ગ્રામજનોએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. હુસૈનપુરા ગામના અરજદાર એમ.વી.મોમીને જણાવ્યું હતું કે ‘વગદાથી હુસૈનપુરાને જોડતા રોડ ઉપર ખેતર માલિકો દ્વારા દબાણો કરી દેવાતા અંદાજે 50 ફૂટના રસ્તા ઉપર માંડ 10 ફુટનો રસ્તો રહેવા પામ્યો છે. ઉપરાંત અહીં રસ્તો સાંકડો હોવાના કારણે દૂધના ટેન્કર, એસટી બસો તેમજ 108 જેવી ઇમરજન્સી સેવાથી ગ્રામજનોએ વંચિત રહેવું પડે છે. ઉપરાંત અહીં રસ્તાઓ પર ભયજનક વળાંકો હોવાના કારણે શાળાએ જતાં બાળકોના માતા-પિતા ચિંતિત રહે છે. જેથી રોડ ઉપરના દબાણો અને જંગલ ઝાડવા દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગ તેમજ મુખ્યમંત્રી ફરીયાદ નિવારણમાં રજૂઆત કરાઇ છે. જોકે આજદિન સુધી રસ્તા બાબતનો કોઇ ઉકેલ ન આવતા ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.’

X
Palanpur News - push farm owners on the road to raise the tide of agitation as the road narrows 081643

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી