ડીસામાં રામદેવપીરનું મંદિર હટાવવાના વિરોધમાં આગેવાનોની કલેક્ટરને રજૂઆત

Palanpur News - protest against ramdevpir temple being demolished in deesa 081631

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
ડીસા શહેરમાં નેશનલ હાઇવે પર બની રહેલા ફલાયઓવરને લઇ હાઇવે વિસ્તારમાં આવેલા રામદેવપીરના મંદિરને દૂર કરવા માટે હાઇવે ઓથોરીટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હાઇવે ઓથોરીટીના આ નિર્ણયના વિરોધમાં ડીસાના આગેવાનોએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ બનાસકાંઠા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

ડીસા શહેરમાંથી પસાર થતાં ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પોરબંદર-સિલચર હાઇવે પર રામદેવપીરનું મંદિર આવેલું છે. અગાઉ જ્યારે આ માર્ગ દ્રી-માર્ગીય હતો તે પહેલા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2002-03માં જ્યારે આ માર્ગને છ માર્ગીય બનાવવામાં આવ્યો ત્યારે પણ લોકોની ધાર્મિક આસ્થાને પગલે આ મંદિરને સ્થળ પરથી હટાવવામાં આવ્યું નહોતું. હાલમાં ડીસા શહેરમાથી પસાર થતાં ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પોરબંદર-સિલચર હાઇવે વાહન વ્યવહારનું પ્રમાણ ખૂબ જ વધી જતાં આ માર્ગ પર ફલાયઓવરને મંજૂરી આપવામાં આવી છે અને ફલાય ઓવરનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. જેથી હાઇવે ઓથોરીટી દ્વારા આ મંદિર સ્થળ પરથી હટાવવાની નોટિસ આપતા બુધવારે ડીસાના આગેવાનો આ મંદિર યથાવત સ્થળે જ રાખવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક નાયબ કલેક્ટરની કચેરી પર આવેદન આપ્યું હતું. બાદ તમામ આગેવાનો પાલનપુર જિલ્લા કલેકટર સંદીપ સાંગલે પણ મળીને રજૂઆત કરી હતી.

X
Palanpur News - protest against ramdevpir temple being demolished in deesa 081631

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી