અંબાજીમાં પરશુરામ પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિતનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ અંબાજી સહિત રાજસ્થાનમાં વસતા બ્રાહ્મણ પરિવારોમાં સમરસતાને સંગઠિતતા જળવાય તે માટે અંબાજી પરશુરામ પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજ્યો હતો સાથે 51 નાના બાળ બટુકો ની સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજયો હતો જેમાં સમગ્ર વિધિ વિધાન સહિત બાળકો ને જનોઈ ધારણ કરાવામાં આવી હતી જ્યારે 15 યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા કાર્યક્રમમાં બ્રાહ્મણ જ નહીં પણ અન્ય જ્ઞાતિના લોકો એ પણ બ્રાહ્મણ દીકરીઓને કરિયાવર આપી હતી , જેમાં ઘર ની તમામ ઘરવખરી સહિત ઘરઘંટી, ટીવી, પલંગ જેવી અનેક સામગ્રીઓ અર્પણ કરવામાં આવી હતી જેમાં બ્રાહ્મણ સિવાય ના દાતા ઓનું પણ પરશુરામ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે તમામ યુવતીઓ ને રૂપિયા 5000 સર્ટિફિકેટ કન્યાદાન સ્વરૂપે અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...