મડાણા(ગઢ) થી વીજ કચેરીનો આપના દ્વારે કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢ | પાલનપુર તાલુકાનાં મડાણા(ગઢ)ખાતે બુધવારે યુજીવીસીએલની પેટાવિભાગ ગઢ કચેરી દ્વારા વીજ કંપની આપના દ્વારે કાર્યક્રમમાં ગઢ પેટાવિભાગ કચેરીના ઈજનેર ડી.એમ.મેવાડા તેમના સ્ટાફ સાથે મડાણા પંચાયત ખાતે જઇ સ્થળ પર જ ઘર વપરાશના વીજ જોડાણ, દુકાનના નવીન વીજ જોડાણ, સ્થળ પર જ મંજુર કરી ચાલુ હતાં. કાર્યક્રમમાં પાલનપુર વર્તૃળ કચેરીથી એલ. એ.ગઢવી ઉપસ્થિત રહી ખેડૂતો અને ગામ લોકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં સિંગલ ફેજ, ઘર વપરાશ, કોમર્શિયલ કનેક્સનનું રજિસ્ટ્રેશન, એસ્ટીમેન્ટ, ટેસ્ટ રિપોર્ટ, નામ ફેરફાર એસ્ટિમેન્ટના હુકમો કરાયાં તેમજ નવીન વીજ જોડાણ માટે વધુ ડોક્યુમેન્ટ લેવાતા હતાં.તેની જગ્યાએ હવે માત્ર માલિકી હકના પુરાવા સાથે ફોટો આઇન્ડિફિકેશન કરીને કનેક્સન આપી દેવાશે તેવું જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં મડાણાના સરપંચ જેઠાભાઈ ધનાવડીયા,ભાજપનાં આગેવાનો, પંચાયતનાં પદાધિકારીઓ વીજ કંપનીના અધિકારીઓ, સ્ટાફ તેમજ ગ્રામજનોની ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...