તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા હે. કો.મુકેશ દરજીએ યુવતીના ફોટા વાયરલની ધમકી આપી 25 લાખની ખંડણી માગી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ત્રણ માસ અગાઉ પાલનપુર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા અને ભૂજ બદલી કરાયેલા રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવાનારા હે.કો.મુકેશ દરજી વિરુદ્ધ ચડોતરની યુવતીના બિલ્ડર સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી અઘટિત માગણી કરી બ્લેકમેલ કરી યુવતીના બિલ્ડર મિત્ર પાસે 25 લાખની ખંડણી માગતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે યુવતીએ પોલીસકર્મી સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મુકશે દરજીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો.

વર્ષ 2018માં પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર પાલનપુર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ ડાહ્યાભાઈ દરજી વિરુદ્ધ ચડોતર ગામની એક 26 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદથી કોન્સ્ટેબલ વિવાદોમાં સપડાયા છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતીને તેના ઘરે આવતા એક બિલ્ડર સાથે મિત્રતા હતી. આ દરમિયાન અનેક સામાજિક પ્રસંગોએ યુવતી અને બિલ્ડર સાથે તેની તસવીરો મોબાલઇમાં હતી. દરમિયાન યુવતી પોલીસની પરીક્ષાની તૈયારી કરતી હોવાથી પાલનપુર પોલીસ ગ્રાઉન્ડ પર દોડવા જતી હતી. જ્યાં મુકેશ દરજી સાથે પરિચય થયો હતો. મુકેશ દરજી સાથે ઓળખાણ, મિત્રતામાં કેળવાતા ફરિયાદી યુવતીએ તેની સાથે પણ કેટલીક તસવીરો ખેંચાવી હતી. દરમિયાન એક દિવસે મુકેશે યુવતી દોડની પ્રેક્ટિસમાં હતી એ વખતે તેના મોબાઇલમાં રહેલી બિલ્ડર સાથેની તસવીરો ઝેન્ડરથી ટ્રાન્સફર કરી લીધી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને મુકેશ દરજી અવારનવાર ધમકાવતો હતો અને ‘જો તું મારી સાથે હોટલમાં આવી શારીરિક સંબંધ નહીં રાખે તો તારી તસવીરો વાયરલ કરી દઈશ. તારી જ્યાં સગાઈ થશે ત્યાં પણ આ તસવીરો સેન્ડ કરીશ અને તારાં સગા-વ્હાલાને પણ તસવીરો બતાવી દઈશ\\\'\\\' ફરિયાદીએ જણાવ્યું કે મુકેશ દરજીએ તેના જે બિલ્ડર સાથેના ફોટોગ્રાફ્સ હતા તેને ફોન કરી અને 25 લાખની ખંડણી માંગી હતી બાકી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત આ માંગણીમાં સેટલમેન્ટ કરી અને છેલ્લે 5 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યુ હતું.

પાલનપુરથી ભુજ બદલી થઈ હતી

મુકેશ દરજી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્રણ માસ અગાઉ પાલનપુરના 3 પોલીસ કર્મીઓની ભુજ બદલી કરી દેવાઈ હતી. જોકે, વર્ષ 2018માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક પણ મળ્યો હતો.

મુકેશને મળવા કોર્ટ સંકુલમાં પોલીસ ઊમટી

ફરિયાદ બાદ પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો. એવોર્ડ વીનિંગ એક્ટિવ પોલીસ કર્મી સામે ખંડણી જેવા ગંભીર ગુનાની ફરિયાદ કોર્ટ સંકુલમાં ચર્ચાસ્પદ બની હતી. હાલચાલ જાણવા કોર્ટ સંકુલ પહોંચેલા મિત્ર વૃંદએ જણાવ્યું હતું કે ખોટી ફરિયાદ છે. ફસાવવામાં આવ્યો છે.

મુકેશ એસપીની નિકટના ગણાતા હતા

બનાસકાંઠાના જુદા જુદા પોલીસ મથકોમાં ડીસ્ટાફ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂકેલા મુકેશ દરજી જિલ્લા ટ્રાફિક, હેડક્વાર્ટર અને એલઆઇબી શાખામાં ફરજ બજાવી ભુજ રેન્જમાં લોકલ સોર્ષ આધારિત ગુન્હાઓ ડિટેકટ કરવાની કામગીરી કરી રહ્યા હતા. અગાઉ નોકરી કરી ગયેલા એસપી સાથે સારો ઘરોબો હોવા છતાં ફરિયાદથી ચકચાર મચી છે. તેઓ બનાસકાંઠા જિલ્લામાં નોકરી કરી ચૂકેલા એસપીના નિકટના બની જતા હતા

આરોપી મુકેશ 5 દિવસના રિમાન્ડ પર

મામલાની ફરિયાદ નોંધાતા જ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશની અટકાયત કરી તેને પાલનપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ માટે પૂર્વ પોલીસ લઇ આવી હતી અને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

બિલ્ડર મિત્ર સાથેની યુવતીની તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગ કરી બિલ્ડર પાસેથી આઠ લાખની ખંડણી વસુલી,પોલીસે ધરપકડ કરી

પાલનપુર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની ત્રણ માસ અગાઉ ભૂજ બદલી થઈ હતી

બિલ્ડર પાસેથી આઠ લાખ પડાવી લીધા

ફરિયાદમાં જણાવાયા મુજબ મુકેશ દરજીને પાલનપુર નજીકના અલીગઢ ગામ પાસે જૂન મહિનાના અંતમાં પ્રથમ 5 લાખ આપી ફોટા ડીલીટ કરાવ્યા હતા. જોકે ફરી 15 લાખ માગતા 3 લાખની તાત્કાલિક જરૂર છે તેમ કહેતા જુલાઈમાં અલીગઢ ગામે ફરી 3 લાખ બિલ્ડરે આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો