તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારે પોલીસ, હોમગાર્ડ, GRD અને SRP માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરપીના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા યોજાશે. પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારે વ્યવસ્થા કરાઈ છે.

લોકશાહીના પર્વ સમાન ચૂંટણીને સફળતાપૂર્વક પાર પાડવા માટે પોલીસકર્મીઓ સતત ખડે પગે રહે છે. જેથી ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સુરક્ષાકર્મીઓને અગાઉથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વિશેષ સુવિધા પૂરી પડાય છે. આ વખતે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાન મથકો ઉભા કરી પોલીસ હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ અને SRP જવાનો માટે સવારે 8 થી 12 દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકશે.

ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે \\\"ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા પોલીસ જવાનો સહિત સુરક્ષાકર્મીઓની 14,272 અરજીઓ આવી છે. જેઓ માટે સોમવારે 15 એપ્રિલે સવારે પાલનપુરમાં અને બીજા દિવસે થરાદ મોડેલ સ્કૂલ ખાતે મતદાનની વ્યવસ્થા કરી છે. તેમના દ્વારા આપેલા વોટ સીલ બંધ કવરમાં પેક કરી મતગણતરીના દિવસે કાઉન્ટીંગમાં લેવાશે. ઉપરાંત જિલ્લાના ચૂંટણીમાં રોકાયેલા કર્મીઓને ઇલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ (ઇડીસી) અપાશે અત્યાર સુધી 4610 કર્મીઓએ ઇડીસી માટે ડિમાન્ડ કરી છે.’

અન્ય સમાચારો પણ છે...