Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોલીસ વાહને જિલ્લા ખ.વે.સંઘના ચેરમેનની કારને ટક્કર મારતાં પોલીસે ફરિયાદ ન લીધી
જીલ્લા ખરીદ-વેચાણ સંઘના ચેરમેનની કારને બુધવારે સુઇગામ પોલીસ મથકના વાહનના ચાલકે દારૂ પીધેલી હાલતમા ટક્કર મારી કારને નુક્શાન પહોચાડી ખર્ચો આપવા કહી ખર્ચો ન આપી કેસ કરી દેવાની ધમકીઓ આપી હોવાના આક્ષેપો સાથે ચેરમેને જીલ્લા પોલીસ વડાને લેખીત રજુઆત કરતા ચકચાર મચી છે.
સુઇગામના કટાવ ગામના રહેવાસી અને બ.કા જિ.ખ.વે.સંઘના ચેરમેન દેવજીભાઇ પ્રેમાભાઇ પટેલ બુધવારે જોરાવરગઢથી મોરવાડા પોતાની કાર નં.જીજે-08-બીબી-2874 માં આવી રહ્યા હતા.ત્યારે મોરવાડા નજીક કારના બોનેટમા અવાજ આવતા કાર સાઇડમા ઉભી રાખી ચેક કરતા હતા.તે સમયે સુઇગામ તરફથી આવી રહેલા વાહન નં.જીજે- 18 - જી -2675ના ચાલકએ દેવજીભાઇની કારને ટક્કરમારી રૂ.1,74,000નુ નુક્શાન પહોચાડી તે બાદ કેસ કરવાની ના પાડી ખર્ચો આપી દેવાનુ કહી બીજે દિવસે ખર્ચો લેવા જતા ખર્ચો ન આપી કેશ કરી દીધો હોવાની ધમકીઓ આપી હતી.જેને લઇ દેવજીભાઇએ પોલીસ વાહનના ચાલક સામે કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાને લેખીત રજુઆત કરી છે.
પોલીસ વાહનના ચાલકે દારૂ પી વાહન ચલાવી ટક્કર મારી, ચાલકે ખર્ચો આપવા કહ્યું અને ચેરમેન ખર્ચો લેવા ગયા તો કેસ કરવાની ધમકીઓ આપ્યાની એસપીને રજૂઆત
_photocaption_ટક્કર સર્જાયેલુ પોલીસ વાહન અને ચેરમેનની કાર.*photocaption*