તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના ગઠામણ વિસ્તારના ફ્રુટ તેમજ શાકભાજીની લારીધારકોએ પોતાની તંત્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુરના ગઠામણ વિસ્તારના ફ્રુટ તેમજ શાકભાજીની લારીધારકોએ પોતાની તંત્ર દ્વારા હટાવી દેવામાં આવેલી લારી ફરીથી ઉભી રાખવા દેવા માટે સોમવારે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

પાલનપુર શહેરમાં તંત્ર દ્વારા સીમલાગેટ, દિલ્હીગેટ, ગઠામણ ગેટ સહિતના વિસ્તારોમાં રેંકડીવાળાઓને હટાવી રસ્તા ખુલ્લા કર્યા છે. ત્યારે ગઠામણ દરવાજા વિસ્તારમાં ચાર રસ્તા પાસે શાકભાજી અને ફ્રુટની લારીઓ ઉભી રહેતી હતી. જેને છેલ્લા બે માસથી પોલીસ તેમજ પાલિકા દ્વારા હટાવી દેવામાં આવી છે. જેને લઇને તેઓ બેરોજગાર બન્યા છે. જેથી તેમને ફરીથી પોતાની જગ્યાએ ઉભા રહેવા દેવા માટે સોમવારે લારીધારકોએ જિલ્લા પોલીસવડાને રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો