તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી ફરજ પરના તબીબ હાજર ન હોવાથી દર્દીઓ રઝળ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ સરકારી સિવિલ હોસ્પિટલને સિવિલનો દરજ્જો અપાયો પણ શનિવારે એકપણ તબીબ કે સ્ટાફની હાજરી ન હોવાથી દૂરદૂરથી સારવાર અર્થે આવેલા દર્દીઓ રઝળી પડ્યા હતા. બબ્બે કલાકથી આવેલાં દર્દીઓ સારવાર કરવા સિવિલ હોસ્પિટલમાં આમ-તેમ દોડાદોડી કરવા લાગેલ પણ હોસ્પિટલનો એકપણ સ્ટાફ હાજર ન રહેતાં દર્દીઓ રોષે ભરાયાં હતાં.

લાખણીના ટરુવા ગામથી મહિલા પોતાના 11 વર્ષના પુત્રને કૂતરું કરડયું હોવાથી સારવાર લેવા ડ્રેસિંગ રૂમમાં બે કલાકથી વધુના સમયમાં રડતા પુત્ર સામે જોઇ બેસી રહી પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફે કોઇ તસદી લીધી ન હતી અને અન્ય દર્દીઓને સમયસર સારવાર ન મળતાં સરકારી સિવિલ સામે અનેક પ્રકારના સવાલો કર્યા હતા. દર્દીઓએ રોષ વ્યકત કર્યો હતો કે \\\"એકબાજુ 24 કલાક ઇમરજન્સી મફત સારવાર મળતી હોવાના હોર્ડિંગ્સ લગાવે છે, સારવારના નામે અનેક યોજનાની જાહેરાતો કરી રહી છે પણ થરાદ સરકારી સિવિલ હોસ્પિટલના તબીબોની મનમાની સામે સરહદી પંથકમાંથી સારવાર લેવા આવતા લોકોને પૂરતી સારવાર ન મળતાં આખરે કંટાળીને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો