તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમા મંગળવારે શહેરના વોર્ડ નંબર 2 અને 3 વચ્ચે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમા મંગળવારે શહેરના વોર્ડ નંબર 2 અને 3 વચ્ચે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની ચુંટણી સભામા આવી પહોચેલા બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર પરબત પટેલને સભા બાદ વોર્ડના સ્થાનીકે વોર્ડના વિકાસને લગતા બે પ્રશ્નો ઉમેદવારને પુછતા બીજે દીવસે સ્થાનિકના શહેરમા લાગેલા તમામ બોર્ડ પાલીકા દ્વારા ઉતારી દેવામા આવ્યા હતા.જે અંગે સ્થાનિક અરજદાર રવિ સોનીએ જણાવ્યુ હતુ કે “મે બ્રીજેશ્વર કોલોની નજીક 2 માસ અગાઉ થયેલી ભુગર્ભ યોજનાનુ કોઇ કામ થયુ નથી નગર પાલીકાએ વોર્ડ નં.3માં કોઇ કામ કર્યા નથી. નગરપાલીકામાં ભ્રષ્ટાચાર છે.તેનાથી તમારૂ વરઘોડુ ઘેર આવશે,તેવુ કહેતા બુધવારે શહેરની પાલીકા દ્વારા લાગેલા મારા બોર્ડોને તોડી દેવાયા હતા.ફક્ત મારા બોર્ડોને નિશાન બનાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...