તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર શહેરમાં સૌથી ઊંચી એસટી ડિવિઝનની 7 માળની ઓફિસ બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાં સૌથી ઊંચી ઇમારત એસટી ડિવિઝનની બનશે. હાલમાં 7 માળની આ નવીન ઓફીસનું સ્ટ્રક્ચર બનીને તૈયાર થઇ ગયું છે. આગામી દિવસોમાં આ ઓફીસ અહીં ધમધમતી થશે. ઉપરાંત છ માળના ફ્લેટનું સ્ટ્રક્ચરના જુદાજુદા 5 બ્લોક નવા બસપોર્ટ પાછળ તૈયાર થઇ રહ્યા છે. જેમને બેચરપુરા માર્ગ પરથી જવા રસ્તો અપાશે.

હાલમાં એસટીની વિભાગીય કચેરી એરોમા સર્કલ નજીક યંત્રાલયમાં કાર્યરત છે. પાલનપુર શહેરના સરકારી વસાહત નજીક બેચરપુરા રોડ પર નવા એસ.ટી. બસ પોર્ટ પાછળ પાલનપુર એસ.ટી. નિગમની નવી કચેરી આકાર પામી રહી છે. સમગ્ર પાલનપુર શહેરમાં પહેલીવાર સાત માળ ઊંચી વિભાગીય નિયામકની ઇમારત તૈયાર થઇ રહી છે. તેનું સ્ટ્રક્ચર હાલમાં ઉભું થઇ ગયું છે કચેરીનું આંતરિક રીનોવેશન કાર્ય પૂર્ણથયેથી તે કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે એસટી બસ નિગમના નવીન પ્રોજેક્ટ પૈકીનું મહત્વનું એસ.ટી.બસપોર્ટ પ્રોજેક્ટ છે.

બે વર્ષ અગાઉ વાહન વ્યવહાર મંત્રીએ અહીં ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી નવા એસટી બસ પોર્ટ માટે પાયો નાખ્યો હતો. જેના માટે જુના સ્ટાફ ક્વાર્ટર્સ તોડી હાલમાં નવા 5 બ્લોક ઉભા કરવામાં આવ્યા છે. જેમાં એક બ્લોકમાં છ માળના ફ્લેટ છે. જેમાં અધિકારી, કર્મચારી ગણ માટે આવાસ બનનાર છે. ફ્લેટમાં થ્રી બીએચકેના 12 ફ્લેટ અને વન બીએચકે 140 ફ્લેટ બનશે.

આ ઇમારત પાલનપુરની સૌથી ઊંચી ઇમારત પૈકીની એક હશે.

આ સુવિધાઓ ઉભી કરાશે

લિફ્ટ, સિક્યુરિટી કેબિન, ગાર્ડન એરીયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ટુ વ્હીલર પાર્કિંગ, ફોર વીલ પાર્કિંગ, ઇન્ડોર ગેમ યુનિટ, કોન્ફરન્સ હોલ, ટ્યુબ વેલ, ઓવરહેડ આરસીસી વોટર ટેન્ક, પમ્પ રૂમ, કોમન લાઇટિંગ, આરસીસી રોડ,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો