પાલનપુર | પાલનપુરમાં 26 જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઇ

પાલનપુર | પાલનપુરમાં 26 જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઇ પાલિકા દ્વારા છેલ્લા કેટલાક...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:16 AM
Palanpur News - palanpur take the state republic day celebration of january 26 in palanpur 031558
પાલનપુર | પાલનપુરમાં 26 જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઇ પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દબાણ ઝુંબેશ હાથ ધરાઇ છે.ત્યારે શુક્રવારે પાલિકાની દબાણની ટીમ શહેરના કિર્તીસ્તંભ વિસ્તારમાં દબાણો દૂર કરવા પહોંચી હતી.જ્યાં કીર્તિસ્તંભ શાળાની પાછળના ભાગમાં આવેલા કેટલાક દુકાનદારો દ્વારા દુકાનની બહાર શેડ ઉભા કરી દેવાતા પાલિકાની ટીમ શેડ દૂર કરવા પહોંચી હતી.પરંતુ જેસીબી દ્વારા દબાણ તોડવા અધિકારીની રાહ જોઈ પાલિકાની ટીમ કલાકો સુધી ઊભી રહી હતી.જેથી જેસીબીના પૈડા થંભી ગયા હતા.છેવટે કલાકોની રાહ જોયા બાદ દબાણદારોએ પોતાના દબાણો જાતે જ દૂર કરી દેતા પાલિકાની ટીમ ટ્રેક્ટર અને જેસીબી સાથે પરત ફરી હતી.ત્યારે ભારે જહેમતથી શેરીઓમાં ઘૂસેલુ જેસીબી મશીન શોભાના ગાંઠિયા સમાન બનતાં લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

X
Palanpur News - palanpur take the state republic day celebration of january 26 in palanpur 031558
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App