પાલનપુર | બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:15 AM IST
Palanpur News - palanpur preliminary primary health center of lakhani taluka of banaskantha district 031542
પાલનપુર | બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિંચાઇ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારે આશા સંમેલન યોજાયું હતું. જેમાં આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનાર બહેનોનું મંત્રીના હસ્તે એવોર્ડ આપી સન્માન કર્યું હતું. મંત્રી પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ કરાવ્યો. સગર્ભાબહેનો અને કુપોષણવાળા બાળકોની દેખરેખ અને રસીકરણ માટે આશા બહેનો કામ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડવાનું કામ આશા બહેનોના માધ્યમથી થઇ રહ્યું છે.’ આરોગ્ય વિભાગના અધિક નિયામક ર્ડા. પ્રકાશ વાઘેલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. અરૂણ આચાર્ય, ખેડુત અગ્રણી ગેનાજી પટેલ, ર્ડા. એમ.એચ.ત્રિવેદી, જિલ્લા મેલેરીયા અધિકારી ર્ડા.એન.કે.ગર્ગ, મેડીકલ ઓફીસરો અને આશા બહેનો હાજર હતાં.

X
Palanpur News - palanpur preliminary primary health center of lakhani taluka of banaskantha district 031542
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી