પાલનપુર | ડીસાના કુંપટ ગામે પીરાજી ભેમાજી પઢિયારના ખેતરમાં લગાવેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ડીસાના કુંપટ ગામે પીરાજી ભેમાજી પઢિયારના ખેતરમાં લગાવેલા જૈન કંપનીના ફુવારા નંગ-230 કિંમત 34500ની 12 સપ્ટેમ્બરની રાત્રીના સમયે અજાણ્યા ઇસમોએ ચોરી કરી હતી. જે અંગે પીરાજી ભેમાજી પઢિયારે ડીસા તાલુકા મથકે બુધવારે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે દાંતાના રતનપુર ગામે ઈક્રામભાઈ ગુલામહુસેનભાઇ મુસલમાનના ઘર આગળ પાર્ક કરેલી ઇકો ગાડી નંબર જીજે-8-બીબી-6719ની મંગળવારે રાત્રે ચોરી થઇ હતી. જે અંગે વિક્રમભાઇએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...