તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર | પાટ યુનિવર્સિટી અને એમએ પરીખ ફાઇન આર્ટસ એન્ડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાટ યુનિવર્સિટી અને એમએ પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ પાલનપુરના નાટ્ય વિભાગ દ્વારા તારીખ 15 થી 17 ફેબ્રુઆરી દરમિયાન ત્રિ દિવસીય નાટ્ય શિબિરનું કલા ભવન ખાતે આયોજન કરાયું હતું. જેમાં ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રમેશ બી. પટેલએ શિબિર માટેની પ્રેરણા અને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. પ્રિન્સિપલ ડો.એસ.જી.ચૌહાણ, હિતેશભાઇ ચૌધરી ઉપસ્થિત હતા. આ ત્રિ-દિવસીય શિબિરમાં ઉપસ્થિત 80 જેટલા શિબિરાર્થીઓને માર્ગદર્શન આપવા સાહિલ અલી સૈયદ, આરીફ મીર, સોનલ વૈદ્ય, પંકજ પાઠક જેવા નિષ્ણાંત તજજ્ઞોએ હાજર રહી અને નૃત્ય રિધમનું મહત્વ, સર્જનાત્મક અભિનય, સમૂહન, પાત્ર સર્જન જેવી બાબતોની તાલીમ આપી. ડો. ગીરીશ ઠાકરએ સંસ્કૃત નાટકોનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે સમાપન સત્રમાં પ્રો.આશિષ કેતકર, પંકજ પાઠક, હિતેશ ચૌધરી, ગીરીશ ઠાકર, એસ.જી.ચૌહાણ વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ નાટ્ય તાલીમ શિબિરને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સીપાલ ડો. રમેશ બી. પટેલે પ્રેરણા પૂરી પાડી હતી તથા નાટ્ય વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આશુતોષ મહસ્કર અને પ્રો.ગજેન્દ્ર બારોટે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો