પાલનપુર| પાલનપુર પાલિકા દ્વારા વર્ષ 2011-12 માં બીઆરજીએફની ગ્રાન્ટમાથી શહેરના

Palanpur News - palanpur palanpur municipal corporation in the year 2011 12 from brgf grants 032720

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:27 AM IST
પાલનપુર| પાલનપુર પાલિકા દ્વારા વર્ષ 2011-12 માં બીઆરજીએફની ગ્રાન્ટમાથી શહેરના જાહેર માર્ગો પરથી ધૂળની સફાઈ માટે 25 લાખથી વધુના ખર્ચે રોડ સ્વીપર મશીન ખરીદાયું હતું.પરંતુ તે બાદ થોડા સમયમાં જ મશીનમાં ક્ષતિ જણાતાં મશીનને પાલિકા કમ્પાઉન્ડમાં જ અડિંગો બનાવી કોન્ટ્રાક્ટ બેઝ પર માણસો તેમજ મશીનરી મંગાવી રોડની સફાઇ ચલાવાઇ રહી છે.જ્યારે બંધ પડેલા મશીનને રિપેરિંગમાં મોકલવાની જગ્યાએ મશીનને હમીરબાગ સંપની જગ્યામાં મોકલી દેવાયુ છે.આ અંગે સેનિટેશન ચેરમેને જણાવ્યું હતું કે રોડ સ્વીપર મશીન છેલ્લા કેટલાક સમયથી બંધ પડી ગયું છે.જેના રિપેરિંગ માટે અમે પાલિકાને અગાઉ રિપોર્ટ કરી ચૂક્યા છીએ જ્યારે અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર મશીન મંગાવી રોડની સફાઇ કરાઇ રહી છે.

X
Palanpur News - palanpur palanpur municipal corporation in the year 2011 12 from brgf grants 032720
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી