પાલનપુર: ભારત-તિબેટ સહયોગ મંચ કૈલાસ માનસરોવરની મુક્તિ અને તિબેટને ચીનની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: ભારત-તિબેટ સહયોગ મંચ કૈલાસ માનસરોવરની મુક્તિ અને તિબેટને ચીનની ચુંગાલમાંથી આઝાદી અપાવવાની ઝુંબેશ ચલાવે છે. આ મંચનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે યોજાયું હતું. સમગ્ર દેશમાંથી વિશાળ સંખ્યામાં મંચના કાર્યકર્તાઓએ અધિવેશનમાં હાજરી આપી હતી. તિબેટ સરકારના પ્રધાનમંત્રી ડો.લોબસન્ગ સાન્ગેયએ તિબેટની વર્તમાન સ્થિતિની ચર્ચા કરી હતી. આ અધિવેશનમાં ગુજરાતમાંથી મંચના 24 પદાધિકારીઓએ હાજરી આપી હતી. બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાત પ્રદેશના મહામંત્રી ગજેન્દ્રકુમાર જોશીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામભાઈ ધારાણી, મહામંત્રી ગલબાભાઈ ચૌધરી, યુવા અધ્યક્ષ પરસોતમભાઈ દેસાઈ સહિત છ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...