તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના કિર્તિસ્થંભ વિસ્તારમાં આવેલા જલારામ કોમ્પલેક્ષની સીડી પાસે બુધવારે રાજુભાઇ નીતિનભાઈ રાવલ (રહે.માનસરોવર રોડ,સ્મશાનની પાસે-પાલનપુર) વરલી મટકાનો જુગાર રમતો-રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જ્યાં આ શખ્સ રોકડ રકમ રૂપિયા 12,375 તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ રૂ.18,236ના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જેથી પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...