તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર| ચંડીસરની જીઆઇડીસીમાં આવેલી સોલવન્ટ પ્લાન્ટ ફેક્ટરીમાં બુધવારે વહેલી સવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| ચંડીસરની જીઆઇડીસીમાં આવેલી સોલવન્ટ પ્લાન્ટ ફેક્ટરીમાં બુધવારે વહેલી સવારે આગ લાગી જતા અફડાતફડી મચી હતી. સવારે છ વાગે ટ્રક ડ્રાઇવર અંદર જતી વખતે ધુમાડો નીકળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોતજોતામાં આગે સમગ્ર ફેક્ટરી ઉપર જ્વાળાઓ ઊંચે સુધી ઉઠી હતી. આગ પર કાબુ મેળવવા માટે પાલનપુર પાલિકાના ત્રણ, ડીસા, થરાદ,ધાનેરા પાલિકાના એક ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવા માટે લાખો લિટર પાણીનો છંટકાવ કર્યો હતો. બપોરના બે વાગે પાણી ખતમ થઇ જતા નજીકમાં જ આવેલી અમી કેસ્ટર કંપનીનો પ્લાન્ટ બંધ કરી ત્યાંથી દોઢ એક લાખ લિટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સવારના છ વાગેથી લઈ સાંજ સુધી ફાયર ફાઈટર આગ ઉપર કાબુ મેળવવા માટે મથામણ કરતા રહ્યા હતા. ચંડીસર સરપંચ દેવેન્દ્રભાઈ છાપીયા, પાલનપુર મામલતદાર સહિત પાલિકાનો સ્ટાફ સવારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ પર ત્વરીત કાબૂ મેળવવા માટે જેસીબી મશીનની પણ મદદ લેવાઈ હતી અને ફેક્ટરી ની અંદર દિવેલાના ખોળની અંદર લાગેલી આગને મહામુસીબતે ફાયર વિભાગના સ્ટાફે કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...