પાલનપુર | બનાસ એન.પી. પ્લસ સંસ્થાનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | બનાસ એન.પી. પ્લસ સંસ્થાનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા કાર્યરત \\\"પ્રોજેક્ટ ખેલ-ખેલ મેં’ સાથે જોડાયેલા 18 બાળકોને હોટેલ લઇ જવામાં આવ્યા હતા. બનાસ એન.પી. પ્લસ સંસ્થાનાં સહયોગી જગદીશભાઈ લીમ્બાચીયા દ્વારા બનાસ એન.પી. પ્લસ સંસ્થા સાથે જોડાયેલા 18 એચઆઇવી પોજિટીવ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી. જેમાં ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર વસંતભાઈ લીમ્બાચીયા અને તેમના પત્ની પાયલબેન વસંતભાઈ લીમ્બાચીયા ખાસ હાજર રહ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બનાસ એન.પી.પ્લસ સંસ્થાનાં પ્રમુખ નરેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ નવનીતભાઈ મકવાણાએ બાળકોને વિવિધ પ્રકારની રમતો રમાડી હતી.

અન્ય સમાચારો પણ છે...